Acts 28:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તેઓ ધારતા હતા કે, તેનો હાથ હમણાં સૂજી જશે, અથવા તે એકાએક પડીને મરી જશે, પણ ઘણીવાર રાહ જોયા પછી તેઓએ જોયું કે તેને કશું નુકસાન થયું નથી, ત્યારે તેઓએ વિચાર ફેરવીને કહ્યું કે, તે કોઈ દેવ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પાઉલને હમણાં સોજો ચડશે અથવા તો એકાએક પડીને મરી જશે એની તેઓ રાહ જોતા હતા. પણ લાંબો સમય રાહ જોયા પછી અને તેને કંઈ અસાધારણ અસર નહિ થવાથી તેમનો વિચાર બદલાયો અને તેમણે કહ્યું, “એ તો દેવ લાગે છે!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તેઓ ધારતા હતા કે, હમણાં તેને સોજો ચઢશે, અથવા તો એકાએક પડીને તે મરી જશે. પણ ઘણી વાર રાહ જોયા પછી તેઓએ જોયું કે તેને કંઈ પણ ઈજા થઈ નથી, ત્યારે તેઓએ વિચાર ફેરવીને કહ્યું, “તે તો કોઈ દેવ છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લોકો ધારતા હતા કે પાઉલને સોજો ચડશે અથવા તો એકાએક પડીને મરી જશે. લોકોએ રાહ જોઈ અને લાંબા સમય સુધી ધ્યાનથી જોયું. પણ તેનું કંઈ જ ખોટું થયું નહિ. તેથી લોકોએ તેમના પાઉલ વિષેના અભિપ્રાય બદલ્યા. તેઓએ કહ્યું, “તે એક દેવ છે!”