Acts 4:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વિશ્વાસ કરનારાઓનો સમુદાય એક મનનો તથા એક જીવનો હતો અને પોતાની જે વસ્તુઓ હતી તેમાંની કોઈ પોતાની માલિકીની છે એવું કોઈ કહેતું નહિ; પણ તમામ વસ્તુઓ સહિયારી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વિશ્વાસીઓ એક મન અને એક ચિત્તના હતા. કોઈ પોતાની માલમિલક્ત પર વ્યક્તિગત હકદાવો કરતું નહિ, પણ તેમની પાસે જે કંઈ હતું તે બધું તેઓ અંદરોઅંદર વહેંચતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વિશ્વાસ કરનારાઓનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું, અને પોતાની જે વસ્તુઓ હતી તેમાંનું કંઈ મારું પોતાનું છે એવું કોઈ કહેતું નહિ; પણ બધી વસ્તુઓ તેઓ સર્વને સામાન્ય હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વિશ્વાસીઓનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું. સમૂહનો કોઇ પણ વ્યક્તિ તેઓની પાસે જે વસ્તુઓ હતી તેની માલિકી તરીકેનો દાવો તેમાંના કોઈએ કર્યો નહિ. તેને બદલે તેઓ દરેક વસ્તુના ભાગ કરી વહેંચતા.