Acts 5:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અમે જેલના દરવાજાને સારી રીતે બંધ કરેલ તથા ચોકીદારોને દરવાજા આગળ ઊભા રહેલા જોયા; પણ અમે દરવાજો ઉઘાડ્યો ત્યારે અમને અંદર કોઈ માલૂમ પડ્યા નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“અમે જેલમાં પહોંચ્યા ત્યારે અમે જોયું કે ત્યાં તાળાં બરાબર મારેલાં હતાં. સંરક્ષકો દરવાજા પર ચોકીપહેરો ભરતા હતા. પણ અમે દરવાજા ખોલ્યા તો અંદર કોઈ નહોતું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અમે બંદીખાનાને સારીપેઠે બંધ કરેલું, તથા ચોકીદારોને બારણા આગળ ઊભા રહેલા જોયા. પણ અમે બારણું ઉઘાડ્યું ત્યારે અમને અંદર કોઈ માલૂમ પડ્યો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે માણસોએ કહ્યું, “બંદીખાનામાં બારણાં બંધ હતાં ને તેને તાળાં મારેલાં હતાં. રક્ષકો દરવાજા પાસે ઊભા હતા. પણ જ્યારે અમે બારણાં ઉઘાડ્યા ત્યારે બંદીખાનું ખાલી હતું!”