Acts 5:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે સરદાર સિપાઈઓને સાથે લઈને જબરદસ્તી કર્યા વિના તેઓને લઈ આવ્યો; કેમ કે તેઓ લોકોથી બીતા હતા કે, કદાચ તેઓ અમને પથ્થરે મારે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી અધિકારી સંરક્ષકો લઈને ઊપડયો અને પ્રેષિતોને પાછા લાવ્યો. પણ લોકો તેમને પથ્થરે મારશે એ બીકે તેમણે બળજબરી કરી નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે સરદાર સિપાઈઓને સાથે લઈને જબરદસ્તી કર્યા વિના તેઓને લઈ આવ્યો, કેમ કે તેઓ લોકોથી બીતા હતા કે, રખેને તેઓ અમને પથરા મારે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી સરદાર અને તેના માણસો મંદિરની બહાર ગયા અને પ્રેરિતોને પાછા લાવ્યા. પરંતુ સૈનિકોએ બળનો ઉપયોગ કર્યો ન હતો, કારણ કે તેઓ લોકોથી બીતા હતા. સૈનિકોને લોકોના ગુસ્સે થવાનો અને પથ્થરોથી મારી નાખવાનો ભય હતો.