Acts 5:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"અમે તમને સખત મના કરી હતી કે તમારે બોધ કરતાં એ નામ [ઈસુનું] લેવું નહિ; પણ જુઓ, તમે તો તમારા પ્રવચનથી યરુશાલેમને ગજવી મૂક્યું છે, એ માણસનું રક્ત પાડવાનો દોષ તમે અમારા પર મૂકવા માગો છો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“એ માણસને નામે શિક્ષણ નહિ આપવાની અમે તમને સખત આજ્ઞા આપી નહોતી? પણ તમે શું કર્યું? તમે તમારું શિક્ષણ આખા યરુશાલેમમાં ફેલાવ્યું છે, અને તેના ખૂન માટે તમે અમને જવાબદાર ઠરાવવા માગો છો!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“અમે તમને સખત મના કરેલી હતી કે તમારે બોધ કરતાં એ નામ લેવું નહિ, તે છતાં જુઓ, તમે તો તમારા બોધથી યરુશાલેમને ગજાવી મૂક્યું છે, અને એ માણસનું લોહી [પાડવાનો દોષ] અમારા ઉપર મૂકવા માગો છો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે કહ્યું, “અમે તમને આ માણસ વિષે કદાપિ નહિ શીખવવા કહ્યું છે! પણ જુઓ તમે શું કર્યુ છે! તમે તમારા બોધથી આખા યરૂશાલેમને ગજાવ્યું છે. તમે આ માણસના મૃત્યુ માટે અમને જવાબદાર ઠેરવવા પ્રયત્ન કરો છો.”