Acts 5:38 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે હું તમને કહું છું કે, આ માણસોથી તમે દૂર રહો, અને તેઓને રહેવા દો; કેમ કે જો એ મત અથવા એ કામ માણસોથી હશે તો તે ઊથલી પડશે;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી હું આ કિસ્સામાં પણ તમને કહું છું કે આ માણસો વિરુદ્ધ કંઈ પગલાં ભરશો નહિ. તેમને જેમ કરવું હોય તેમ કરવા દો; કારણ, જો તેમની આ યોજના અને કાર્ય માનવયોજિત હશે, તો તે પડી ભાંગશે;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે હું તમને કહું છું કે, આ માણસોથી તમે દૂર રહો, અને તેમને રહેવા દો; કેમ કે જો એ મત અથવા એ કામ માણસોનું હશે તો તે ઊથલી પડશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેથી હવે, હું તમને કહું છું, આ લોકોથી દૂર રહો. તેઓને એકલા છોડી દો. જો તેઓની યોજના જે મનુષ્યસર્જિત છે તો, તે નિષ્ફળ જશે.