Acts 6:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે, ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે, અને જે રીતરિવાજો મૂસાએ આપણને ફરમાવ્યા છે તેઓને બદલી નાખશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે કહ્યું, “આ માણસ હંમેશાં આપણા પવિત્ર મંદિર વિરુદ્ધ તથા મોશેના નિયમશાસ્ત્ર વિરુદ્ધ બોલે છે. અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે નાઝારેથનો ઈસુ મંદિરને પાડી નાખશે અને મોશે પાસેથી ઊતરી આવેલા આપણા બધા રીતરિવાજોને બદલી નાખશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે, એ ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે, અને જે રીતરિવાજો મૂસાએ આપણને ફરમાવ્યા છે તેઓને એ બદલી નાખશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અમે તેને કહેતાં સાંભળ્યો છે કે ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે. તેણે એમ પણ કહ્યું છે કે મૂસાએ આપણને જે રીતરિવાજો આપ્યા છે તેને ઈસુ બદલી નાખશે.”