Acts 7:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેને બીજે દિવસે તેઓમાં ઝઘડો ચાલતો હતો તે સમયે મૂસા તેઓની પાસે આવ્યો તેણે તેઓની વચ્ચે સલાહ કરાવવાની ઇચ્છાથી કહ્યું કે, 'ભલા માણસો, તમે ભાઈઓ છો તો શા માટે એકબીજા પર અન્યાય ગુજારો છો?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બીજે દિવસે તેણે બે ઇઝરાયલીઓને લડતા જોઈને તેમની વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યુ, ‘અરે ભાઈ, તમે ભાઈઓ થઈને શા માટે એકબીજા સાથે લડો છો?’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેને બીજે દિવસે તેઓમાં ઝઘડો ચાલતો હતો તે વખતે તે તેઓની પાસે આવ્યો, અને તેમની વચ્ચે સલાહ કરાવવાની ઇચ્છાથી તેણે કહ્યું, “ભલા માણસો, તમે ભાઈઓ છો તો શા માટે એકબીજા પર અન્યાય ગુજારો છો?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“બીજે દિવસે મૂસાએ બે યહૂદિ માણસોને લડતા જોયા. તેણે બને વચ્ચે સમાધાન કરાવવા પ્રયત્ન કર્યો. તેણે કહ્યું, ‘ભલા માણસો, તમે ભાઈઓ છો! તમે એકબીજાનું ખરાબ શા માટે કરો છો?’