Acts 7:34 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મિસરમાં જે મારા લોક છે તેઓનું દુઃખ મેં નિશ્ચે જોયું છે, તેઓના નિસાસા મેં સાંભળ્યાં છે, અને તેઓને છોડાવવાં હું ઊતર્યો છું; હવે ચાલ, હું તને મિસરમાં મોકલીશ.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇજિપ્તમાં રહેતા મારા લોકો પર પડતું પારાવાર દુ:ખ મેં જોયું તથા સાંભળ્યું છે. મેં તેમના નિસાસા સાંભળ્યા છે, અને હું તેમને બચાવવા નીચે ઊતરી આવ્યો છું. તો ચાલ, હું હવે તને ઇજિપ્તમાં મોકલીશ.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મિસરમાં જે મારા લોકો છે તેઓનું દુ:ખ મેં નિશ્ચે જોયું છે, તેઓના નિ:સાસા મેં સાંભળ્યાં છે, અને તેઓને છોડાવવા હું ઊતર્યો છું; હવે ચાલ, હું તને મિસરમાં મોકલીશ.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં મારા લોકોને મિસરમાં દુ:ખ સહન કરતાં જોયા છે. મેં તેઓના નિસાસા સાંભળ્યા છે. તેઓને મુક્ત કરવા હું નીચે ઊતર્યો છું. હવે ચાલ, મૂસા હું તને મિસરમાં પાછો મોકલું છું.’