Acts 7:38 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે [મૂસા] અરણ્યમાંના સમુદાયમાં હતો, જેની સાથે સિનાઈ પર્વત પર ઈશ્વરનો સ્વર્ગદૂત વાત કરતો હતો, અને આપણા પૂર્વજોની સાથે હતો તે એ જ છે; અને આપણને આપવા સારું તેને જીવનનાં વચનો આપવામાં આવ્યાં;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશે રણપ્રદેશમાં એકત્ર થયેલા ઇઝરાયલી લોકો મયે હતો; તે સિનાઈ પર્વત પર તેની સાથે બોલનાર દેવદૂતની નિકટ તેમજ આપણા પૂર્વજોની સાથે હતો; તેણે જ આપણને જણાવવા માટે ઈશ્વરનો જીવનદાયી સંદેશ મેળવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે [મૂસા] અરણ્યમાંની મંડળીમાં હતો, જેની સાથે સિનાઈ પહાડ પર ઈશ્વરદૂત બોલતો હતો, અને જે આપણા પૂર્વજોની સાથે હતો તે એ જ છે. અને આપણને આપવા માટે તેને જીવનનાં વચનો આપવામાં આવ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ એ જ મૂસા છે જે રણપ્રદેશના યહૂદિઓની સભામાં હતો. તે દૂત સાથે હતો. જે દૂત તેને સિનાઇ પહાડ પર કહેતો હતો, અને તે જ આપણા પૂર્વજો સાથે હતો. મૂસા દેવ પાસેથી આજ્ઞાઓ મેળવે છે જે જીવન આપે છે. મૂસા આપણને તે આજ્ઞાઓ આપે છે.