Acts 7:43 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે મોલોખનો માંડવો તથા રમ્ફા દેવનો તારો, એટલે કે પૂજા કરવાને તમે જે મૂર્તિઓ બનાવી તેઓને ઊંચકીને ચાલ્યા. હવે હું તમને બાબિલથી આગળ લઈ જઈશ.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે તો મોલેખ દેવનો મંડપ અને તમારા દેવ રેફાનના તારાની મૂર્તિ ઊંચક્યાં. તમે ભક્તિ કરવા માટે એમની મૂર્તિઓ બનાવી. તેથી હું તમને બેબિલોનની પેલે પાર મોકલી દઈશ.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે મોલોખનો માંડવો તથા રમ્ફા દેવનો તારો, એટલે પૂજા કરવાને જે મૂર્તિઓ તમે બનાવી, તેઓને ઊંચકીને ચાલ્યા: અને હું તમને બાબિલને પેલે પાર લઈ જઈશ.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે માલોખનો માંડવો અને તમારા રમ્ફા દેવનો તારો લઈને આવ્યા છો. આ મૂર્તિઓ તમે પૂજા કરવાને બનાવી છે. તેથી હું તમને બાબિલને પેલે પાર મોકલી દઈશ.’