Acts 7:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમણે એ દેશમાં તેને કંઈ વતન આપ્યું નહિ; ના, એક પગલાભર પણ નહિ; અને જોકે હજી સુધી તેને સંતાન થયું નહોતું તોપણ પરમેશ્વરે તેને તથા તેના પછી તેના વંશજોને વતન તરીકે [આ દેશ] આપવાનું વચન આપ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ વખતે ઈશ્વરે તે પ્રદેશનો કોઈ ભાગ અબ્રાહામને આપ્યો નહિ, જમીનનો એક ટુકડો પણ નહિ; પણ ઈશ્વરે તેને વચન આપ્યું હતું કે તે તેને એ પ્રદેશ આપશે અને તે પ્રદેશ તેનો તથા તેના પછી તેના વંશજોનો થશે. જ્યારે ઈશ્વરે અબ્રાહામને વચન આપ્યું ત્યારે તે નિ:સંતાન હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે એ દેશમાં તેને કંઈ વતન આપ્યું નહિ. ના, એક ડગલું પણ નહિ; અને જોકે હજી સુધી તેને સંતાન થયું નહોતું તોપણ તેણે તેને તથા તેના પછી તેના વંશજોને વતન તરીકે [આ દેશ] આપવાનું વચન આપ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ દેવે ઈબ્રાહિમને આ જમીનમાંથી કશું આપ્યું નહિ. દેવે તેને એક ડગલું પણ જમીન આપી નહિ. પણ દેવે વચન આપ્યું કે ભવિષ્યમાં તે ઈબ્રાહિમને આ જમીન તેના માટે તથા તેના સંતાનો માટે આપશે. (ઈબ્રાહિમને કોઈ સંતાન નહોતા તે અગાઉ આ હતું.)