Acts 8:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શાસ્ત્રવચનનું જે પ્રકરણ તે વાંચતો હતો તે એ હતું કે, "ઘેટાંની પેઠે મારી નંખાવાને તેમને લઈ જવાયા; અને જેમ હલવાન પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે, તેમ તેમણે પોતાનું મુખ ઉઘાડ્યું નહિ;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ શાસ્ત્રભાગ તે વાંચી રહ્યો હતો: “તે તો ક્તલ કરવા માટે લઈ જવામાં આવતા ઘેટા જેવો હતો; જેમ ઘેટું તેનું ઊન કાતરતી વખતે શાંત રહે છે તેના જેવો તે હતો; તે એક પણ શબ્દ બોલ્યો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શાસ્ત્રનું જે પ્રકરણ તે વાંચતો હતો તે એ હતું કે, “ ઘેટાની જેમ મારી નંખાવાને તેને લઈ જવામાં આવ્યો; અને જેમ હલવાન પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે, તેમ તેણે પોતાનું મોં ઉઘાડ્યું નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શાસ્ત્રનું જે પ્રકરણ વાંચતો હતો તે આ પ્રમાણે હતું કે: “ઘેટાંની જેમ તેને મારી નાંખવા માટે લઈ જવામાં આવ્યો. તે એક હલવાન જેમ જ્યારે કોઇ તેનું ઊન કાતરે ત્યારે મૌન રહે છે. તેમ તેણે પોતાનું મોંઢું ખોલ્યું નહિ. તે કંઈ જ બોલ્યો નહિ.