Acts 9:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શાઉલે યરુશાલેમમાં આવ્યા પછી શિષ્યોની સાથે ભળી જવાની કોશિશ કરી, પણ તેઓ બધા તેનાથી બીતા હતા, કેમ કે તે શિષ્ય છે એવું તેઓ માનતા નહોતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શાઉલ યરુશાલેમ આવ્યો અને શિષ્યોની સાથે જોડાવાનો પ્રયાસ કરવા લાગ્યો. પણ તે શિષ્ય છે એવું માનવા કોઈ તૈયાર નહોતું. બધા તેનાથી ડરતા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે યરુશાલેમ આવીને શિષ્યોની સાથે મળી જવાને કોશિશ કરી, પણ તેઓ બધા તેનાથી બીતા હતા, કેમ કે તે શિષ્ય છે એવું તેઓ માનતા નહોતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી શાઉલ યરૂશાલેમમાં ગયો. તેણે શિષ્યોના સમૂહમાં જોડાઇ જવાનો પ્રયત્ન કર્યો. પણ તેઓ બધા તેનાથી ડરતા હતા. શાઉલ ખરેખર ઈસુનો શિષ્યો છે તે તેઓ માનતા ન હતા.