Acts 9:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે આખા યહૂદિયા, ગાલીલ, તથા સમરૂનમાંનો વિશ્વાસી સમુદાય દ્રઢ થઈને શાંતિ પામ્યો; અને પ્રભુના ભયમાં તથા પવિત્ર આત્માના દિલાસામાં વૃદ્ધિ પામતો ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને એમ આખા યહૂદિયા, ગાલીલ અને સમરૂનના પ્રદેશોમાંની મંડળીઓને શાંતિનો સમય મળ્યો. મંડળીના લોકો જેમ પ્રભુનો ડર રાખતા ગયા તેમ તેઓ પવિત્ર આત્માની સહાયથી સંગઠિત થતા ગયા અને સંખ્યામાં વૃદ્ધિ પામતા ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે આખા યહૂદિયા, ગાલીલ તથા સમરૂનમાંની મંડળી દઢ થઈને શાંતિ પામી. અને પ્રભુના ભયમાં તથા પવિત્ર આત્માના દિલાસામાં ચાલીને વધતી ગઈ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે સમગ્ર યહૂદિયા, ગાલીલ અને સમરૂનની મંડળીમાં શાંતિનો સમય હતો. પવિત્ર આત્માની મદદથી મંડળી વધારે મજબૂત બની. વિશ્વાસીઓ જે રીતે તેઓ જીવન જીવતા તે રીતે પ્રભુને માન આપવાનું દર્શાવતા. આ કારણને લીધે, વિશ્વાસીઓનો સમૂહ વધારે મોટો થવા લાગ્યો.