Amos 3:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે જયારે હું ઇઝરાયલને તેનાં પાપો માટે શિક્ષા કરીશ, તે દિવસે હું બેથેલની વેદીઓને પણ શિક્ષા કરીશ, વેદી પરના શિંગડાં કાપી નાખવામાં આવશે. અને તેઓ જમીન પર પડી જશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, જે દિવસે હું ઇઝરાયલના લોકોને તેમનાં પાપની સજા કરીશ તે દિવસે જ હું બેથેલની વેદીઓ તોડી પાડીશ. પ્રત્યેક વેદીનાં શિંગો તોડી નાખવામાં આવશે અને વેદીને જમીનદોસ્ત કરી દેવાશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે જે દિવસે હું ઇઝરાયલને તેના ગુનાઓની શિક્ષા કરીશ, તે દિવસે હું બેથેલની વેદીઓને પણ શિક્ષા કરીશ, વેદીનાં શિંગો કપાઈ જશે, ને જમીન પર પડશે
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું ઇસ્રાએલને તેના પાપો માટે શિક્ષા કરીશ તે દિવસે હું બેથેલની વેદીઓને ધિક્કારીશ, વેદી પરના શિંગડા કાપી નાખવામાં આવશે. અને તેઓ જમીન પર પડી જશે.