Amos 3:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું શિકાર હાથમાં આવ્યા વગર, સિંહ જંગલમાં ગર્જના કરે? શું કંઈ પણ પકડ્યા વગર, સિંહનું બચ્ચું પોતાની ગુફામાંથી ત્રાડ પાડેે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શિકાર મળ્યો ન હોય તે સિવાય સિંહ વનમાં ગર્જના કરે? કંઈક શિકાર પકડાયો ન હોય તે વગર સિંહનું બચ્ચું બોડમાં ધૂરકે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું ભક્ષ મળ્યા વગર સિંહ વનમાં ગર્જના કરશે ખરો? શું કંઈ પણ પકડ્યા સિવાય સિંહનું બચ્ચું પોતાના બિલમાંથી ત્રાડ નાખશે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શું શિકાર હાથમાં આવ્યા વગર સિંહ જંગલમાં ગર્જના કરશે? જો સિંહના બચ્ચાએ કાંઇ પકડ્યું ન હોય તો પોતાના બિલમાંથી રાડો પાડે?