Amos 4:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"મેં તમારા પર ફૂગની તથા ઝાકળની આફત આણી. તમારા સંખ્યાબંધ બાગ, તમારા દ્રાક્ષના બગીચાઓ તમારાં અંજીરનાં વૃક્ષોને અને તમારાં જૈતૂનનાં વૃક્ષોને, જીવડાંઓ ખાઈ ગયાં છે. તોપણ તમે મારી તરફ પાછા ફર્યા નહિ" એવું યહોવાહ કહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારા પાકને સૂકવી નાખવા મેં સખત ગરમ લૂ અને ફૂગ મોકલ્યાં. તમારા સર્વ બાગબગીચા, વાડીઓ, અંજીરીઓ અને ઓલિવવૃક્ષ તીડો ખાઈ ગયાં. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું તમારા પર લૂની તથા ગેરવાની આફત લાવ્યો; તમારાં સંખ્યાબંધ બાગો, દ્રાક્ષાવાડીઓ, અંજીરીઓ તથા જૈતવૃક્ષોને જીવડાં ખાઈ ગયાં છે, તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ, ” એમ યહોવા કહે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“મેં તમારા આનાજના ખેતરો સૂકવી નાખ્યા, તમારા બાગો અને દ્રાક્ષના બગીચાઓ તડકાથી શામળાં પાડી દીધા, તીડ તમારાં અંજીરના વૃક્ષો અને જૈતૂનના ફૂલ ઝાડના બગીચા ખાઇ ગયા, છતાઁ તમે મારી તરફ પાછા ફર્યા નહિ.” આ યહોવાના વચનો છે.