Amos 5:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે ગરીબોને પગ તળે કચડો છો. અને તેઓની પાસેથી અનાજ પડાવી લો છો, તમે ઘડેલા પથ્થરોના ઘર તો બાંધ્યાં છે, પણ તેમાં તમે રહેવા નહિ પામો. તમે રમણીય દ્રાક્ષાવાડીઓ રોપી છે, પણ તેનો દ્રાક્ષારસ તમે પીવા નહિ પામો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે ગરીબો પર અત્યાચાર કરો છો અને બળજબરીથી તેમનું અનાજ પચાવી પાડો છો. તમે ઘડેલા પથ્થરોનાં ઘર તો બાંધ્યાં છે, પણ તેમાં રહેવા પામશો નહિ. તમે મનોરંજક દ્રાક્ષવાડીઓ તો રોપી છે, પણ તેનો દ્રાક્ષાસવ પીવા પામશો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે ગરીબોને કચરી નાખો છો, ને જોરજુલમથી તેની પાસેથી ઘઉં પડાવી લો છો. તમે ઘડેલા પથ્થરનાં ઘરો તો બાંધ્યાં છે, પણ તમે તેઓમાં રહેવા પામશો નહિ. તમે મનોરંજક દ્રાક્ષાવાડીઓ તો રોપી છે, પણ તમે તેમનો દ્રાક્ષારસ પીવા પામશો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે ગરીબોને પગ તળે કચડો છો અને તેમની પાસેથી અનાજ પડાવી લો છો, તેથી તમે ઘડેલા પથ્થરનાઁ જે ઘર બાંધ્યાં છે, તેમાં તમે રહેવા નહિ પામો. તમે રમણીય દ્રાક્ષાવાડીઓ રોપી છે, પણ તેનો દ્રાક્ષારસ તમે પીવા નહિ પામો;