Amos 5:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સૈન્યોના ઈશ્વર, પ્રભુ; યહોવાહ આ પ્રમાણે કહે છે કે, "શેરીને દરેક ખૂણે શોક થશે, અને બધી શેરીઓમાં તેઓ કહેશે, હાય! હાય! તેઓ ખેડૂતોને શોક કરવાને, વિલાપ કરવાને બોલાવશે. અને વિલાપ કરવામાં પ્રવીણ લોકોને પણ બોલાવશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ માટે સર્વશક્તિમાન ઈશ્વર પ્રભુ કહે છે. “નગરના એકેએક ચોકમાં વિલાપ અને શેરીઓમાં ‘હાય! હાય’ના પોકાર સંભળાશે. ખેડૂતો શોક કરશે અને શોક કરવાને વિલાપગીતો ગાવામાં પ્રવીણ લોકોને પણ બોલાવાશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે પ્રભુ, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, “સર્વ ચકલાઓમાં વિલાપ થશે, અને સર્વ ગલીઓમાં લોકો કહેશે કે, ‘હાય! હાય!’ તેઓ ખેડૂતોને શોક કરવાને, તથા રાજિયા ગાવામાં પ્રવિણ લોકોને વિલાપ કરવાને બોલાવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી સૈન્યોનો યહોવા મારા માલિક કહે છે, “શેરીને ખૂણે ખૂણે શોક થશે, શેરીએ શેરીએ હાય! હાય! ના પોકારો સંભળાશે. લોકો ધંધાદારી રાજિયા ગાનારાઓ સાથે ખેડૂતોને પણ આક્રંદ કરવા બોલાવશે;