Amos 5:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે તો જેમ કોઈ માણસને સિંહ પાસેથી જતાં, અને રીંછનો ભેટો થઈ જાય છે, અથવા ઘરમાં જાય અને ભીંતનો ટેકો લે, અને તેને સાપ કરડે તેવો દિવસ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કોઈ માણસ સિંહથી નાસી છૂટે પણ તેને રીંછનો ભેટો થઈ જાય, અથવા ઘરમાં નાસી આવે અને દીવાલે હાથ ટેકવે તો સાપ કરડે એવો દિવસ એ હશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[તે તો] જેમ કોઈ માણસને સિંહ પાસેથી નાસી જતાં રીંછની ભેટ થઈ જાય, અને ઘરમાં ભરાઈ જઈને પોતાનો હાથ ભીંતે ટેકવતાં તેને સાપ કરડે, તેવો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે તો જેમ કોઇ માણસ સિંહથી ભાગી જાય; ને તેને રીંછ ભેટે, અથવા ઘરમાં જઇને ભીંતનો ટેકો લે, ને તેને સાપ કરડે તેવો.