Amos 5:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે પ્રભુ યહોવાહ કહે છે કે; જે નગરમાંથી હજારો બહાર નીકળતા હતા, ત્યાં ઇઝરાયલના વંશના માત્ર સો જ લોકો બચ્યા હશે. અને જ્યાંથી સો બહાર આવ્યા હતા ત્યાં માત્ર દસ જ બચ્યા હશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ પરમેશ્વર કહે છે, “ઇઝરાયલનું કોઈ એક શહેર લડાઈમાં હજાર સૈનિકોને મોકલે, તો તેમાંથી માત્ર સો સૈનિકો બચીને પાછા આવશે અને બીજું કોઈ શહેર સો સૈનિકો મોકલે, તો તેમાંથી માત્ર દસ જ પાછા આવશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે પ્રભુ યહોવા કહે છે, “જે નગરમાંથી હજાર નીકળતા હતા તેમાં ઇઝરાયલના વંશના સો જ બચ્યા હશે, ને જેમાંથી સો નીકળતા હતા તેમાં દશ જ બચ્યા હશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા મારા માલિક કહે છે, “જે નગરમાંથી હજારો યોદ્ધાઓ કૂચ કરી બહાર નીકળતા હતા ત્યાં માત્ર સો જ રહ્યાં હશે. અને જ્યાંથી સો કૂચ કરીને નીકળ્યા હતા ત્યાં પાછા ફરેલા માત્ર દસ જ હશે.”