Amos 6:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સૈન્યોના ઈશ્વર પ્રભુ યહોવાહ કહે છે હે ઇઝરાયલના વંશજો" ''પણ જુઓ, હું તમારી વિરુદ્ધ એક પ્રજાને ઊભી કરીશ, "તે ઉત્તરમાં હમાથના ઘાટીથી દક્ષિણમાં અરાબાની ખાડી સુધી સંપૂર્ણ પ્રદેશ પર વિપત્તિ લાવશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સર્વશક્તિમાન ઈશ્વર પ્રભુ પોતે જ કહે છે: “હે ઇઝરાયલના લોકો, તમારા દેશનો કબજો લેવાને હું એક પરદેશી સૈન્યને મોકલવાનો છું. ઉત્તરમાં હમાથના ઘાટથી દક્ષિણે અરાબાના વહેળા સુધી તે તમારા પર જુલમ ગુજારશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, “હે ઇઝરાયલના વંશજો, જુઓ, હું તમારી વિરુદ્ધ એક પ્રજા ઊભી કરીશ; અન તેઓ, હમાથના નાકાથી તે આરાબાની ખાડી સુધી, તમારા પર વિપત્તિ લાવશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હા, સંભાળ રાખજો, “હે ઇસ્રાએલ, હું તારી વિરુદ્ધ એક પ્રજાને ઊભી કરું છું; તેની સૈના ઉત્તરમાં હમાથના ઘાટથી દક્ષિણમાં આરાબાહની ખીણ સુધી સંપૂર્ણ પ્રદેશનો વિનાશ કરશે.” સૈન્યોનો દેવ યહોવા આમ કહે છે.