Amos 7:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રભુ યહોવાહે મને આ પ્રમાણે બતાવ્યું કે; પ્રભુ યહોવાહે અગ્નિમાંથી વાદ કર્યો તેમણે મહા ઊંડાણને ભસ્મ કર્યું અને ભૂમિને પણ ભસ્મીભૂત કરત.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મને પ્રભુ પરમેશ્વર તરફથી બીજું દર્શન થયું. તેમાં મેં જોયું તો પ્રભુ પોતાના લોકોને આગથી સજા કરવાની તૈયારીમાં હતા. આગે ઊંડાણના મહાસાગરને બાળીને ભસ્મ કરી નાખ્યો અને તે ભૂમિને પણ ભરખી જવાની તૈયારીમાં હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી પ્રભુ યહોવાએ મને આ પ્રમાણે દર્શાવ્યું:પ્રભુ યહોવાએ અગ્નિથી વાદ કરવાની આજ્ઞા કરી. તેમણે મહા ઊંડાણને ભસ્મ કર્યું, ને ભૂમિનો પણ ભક્ષ કરત.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સૈન્યોનો દેવ યહોવાએ મને આ બીજું દ્રશ્ય બતાવ્યું: સૈન્યોનો દેવ યહોવા અગ્નિપરીક્ષા કરવા બોલાવતાં હતાં. તેણે મોટા સાગરને સૂકવી નાખ્યો અને જમીનને ભસ્મિભૂત કરી દીધી.