Amos 7:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે મને કહ્યું કે, "આમોસ, તને શું દેખાય છે?" મેં કહ્યું, "એક ઓળંબો. "પછી પ્રભુએ કહ્યું, "જુઓ, હું મારા ઇઝરાયલ લોકોમાં આ ઓળંબો મૂકીશ હું ફરીથી તેમને માફ કરીશ નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ મને પૂછયું, “આમોસ, તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “ઓળંબો.” ત્યારે તેમણે કહ્યું, “મારા લોક ઓળંબાની દોરીની બહાર ખસી ગયેલી દીવાલ જેવા છે, અને એ દર્શાવવા હું ઓળંબાનો ઉપયોગ કરી રહ્યો છું. તેમને સજા કરવા સંબંધીનો મારો વિચાર હવે હું બદલીશ નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાએ મને કહ્યું, “આમોસ, તું શું જુએ છે?” મેં કહ્યું “એક ઓળંબો.” ત્યારે પ્રભુએ કહ્યું, ”જો, હું મારા ઇઝરાયલ લોકોમાં ઓળંબો મૂકીશ. હું ફરીથી કદી તેમને દરગુજર કરીશ નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ મને પુછયું, “આમોસ, તને શું દેખાય છે?” મેં કહ્યું, “એક ઓળંબો.” યહોવાએ કહ્યું, “હું મારા લોકોની આ ઓળંબાથી પરીક્ષા લઇશ, હું તેઓના ખોટા કાર્યોની સજા આપ્યા વગર જવા દઇશ નહિ.