Amos 8:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રભુ યહોવાહ એવું કહે છે, જુઓ, એવો સમય આવી રહ્યો છે કે, "જ્યારે હું દેશમાં દુકાળ મોકલીશ, તે અન્નનો દુકાળ નહિ, કે પાણીનો નહિ, પણ યહોવાહનું વચન સાંભળવાનો દુકાળ મોકલીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ પરમેશ્વર કહે છે, “એવો સમય આવે છે જ્યારે હું દેશમાં દુકાળ મોકલીશ. લોકો ભૂખ્યા હશે પણ ખોરાક માટે નહિ, તેઓ તરસ્યા હશે પણ પાણી માટે નહિ. તેઓ તો પ્રભુના સંદેશા માટે ભૂખ્યા-તરસ્યા હશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પ્રભુ યહોવા કહે છે, “જુઓ, એવા દિવસો આવે છે કે. જે વખતે હું દેશમાં દુકાળ મોકલીશ, અન્નનો દુકાળ નહિ કે, પાણીનો નહિ, પણ યહોવાનું વચન સાંભળવાનો [દુકાળ મોકલીશ].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ યહોવાના વચન છે: “જુઓ, એવો સમય આવી રહ્યો છે કે જ્યારે હું દેશમાં દુકાળ મોકલીશ. લોકોને ભૂખ લાગશે પણ રોટલાની ભૂખ નહિ; તરસ લાગશે પણ પાણીની નહિ, યહોવાનું વચન સાંભળવાની ભૂખ અને તરસ લાગશે.