Amos 9:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"જુઓ, યહોવાહ એવું કહે છે કે, એવા દિવસો આવી રહ્યા છે, કે ખેડૂતનું કામ કાપણી કરનારના કામ સુધી ચાલશે, અને દ્રાક્ષા પીલનારનું કામ બી વાવનારના કામ સુધી ચાલશે, પર્વતોમાંથી મીઠો દ્રાક્ષનો રસ ટપકશે. અને સર્વ ડુંગરો પીગળી જશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ કહે છે, “એવા દિવસો આવી રહ્યા છે કે જ્યારે કાપણી કરનારનું કામ છેક ખેડનારનું કામ આવી જાય ત્યાં સુધી ચાલે એટલું બધું ધાન્ય પાકશે. દ્રાક્ષ પીલનારાનું કામ છેક બી વાવનારનું કામ આવી જાય ત્યાં સુધી ચાલે એટલી બધી દ્રાક્ષો પાકશે. પર્વતો મીઠા દ્રાક્ષાસવથી ટપકશે અને તેનાથી ટેકરીઓ છલકાઈ જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જુઓ, યહોવા કહે છે, “એવા દિવસો આવે છે કે, ખેડનારનું કામ કાપણી કરનાર ના કામ સુધી ચાલશે, ને દ્રાક્ષા પીલનાર નું કામ બી વાવનાર નાકામ સુધી ચાલશે. અને પર્વતોમાંથી મીઠો દ્રાક્ષારસ ટપકશે, ને સર્વ ડુંગરો પીગળી જશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જુઓ યહોવા કહે છે, “એવા દિવસો આવી રહ્યાં છે. ખેડૂતો બીજી તરફ ધાન્યની વાવણી કરવાનું શરુ કરે છે કે, તે સમયે પણ ધાન્યની પહેલી લણણીનું કામ પૂરું નહિ થયું હોય. ઇસ્રાએલના પર્વતો ઉપર દ્રાક્ષના બગીચામાંથી મીઠો દ્રાક્ષનો રસ ટપકશે.