Amos 9:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તેઓ કાર્મેલના શિખર પર સંતાઈ જાય, તોપણ હું તેઓને ત્યાંથી શોધી કાઢીશ. જો તેઓ મારાથી સંતાઈને દરિયાને તળિયે સંતાઈ જશે, તોપણ હું ત્યાં સર્પને આજ્ઞા કરીશ તેઓને કરડવા માટે આદેશ આપીશ, એટલે તે તેઓને ડંખ મારશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો તેઓ કોર્મેલના શિખર પર સંતાઈ જાય તોપણ હું તેમને શોધીને પકડી પાડીશ. જો તેઓ મારી નજર આગળથી સમુદ્રને તળિયે સંતાઈ જાય તો હું દરિયાઈ રાક્ષસી સર્પને આજ્ઞા કરીશ કે તે તેમને કરડી ખાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો તેઓ કાર્મેલના શિખર પર સંતાઈ જાય, તોપણ હું તેઓને ત્યાંથી શોધી કાઢીશ. અને મારી નજર આગળથી તેઓ સમુદ્રને તળિયે સંતાઈ જાય, તોપણ ત્યાં હું સર્પને આજ્ઞા કરીશ, એટલે તે તેઓને કરડશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ જો કામેર્લની ટોચના ખડકોમાં સંતાઇ જાય, તોપણ હું તેમને ત્યાંથી શોધી કાઢી પકડી પાડીશ. જો તેઓ મારાથી સંતાઇને દરિયાને તળીયે પણ હશે, તો ત્યાં રહેતાં સર્પને જે ત્યાં રહે છે તેઓને કરડવા માટે આદેશ આપીશ.