Amos 9:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે પ્રભુ, સૈન્યોના ઈશ્વર કે જે ભૂમિને સ્પર્શ કરે છે અને તે ઓગળી જાય છે. અને તેમાં વસનારા સર્વ લોક શોક કરશે; તે તમામ નદીની પેઠે ચઢી આવશે, અને મિસરની નદીની જેમ પાછા ઊતરી જશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સર્વસમર્થ ઈશ્વર પ્રભુનો સ્પર્શ થતાં જ પૃથ્વી પીગળી જાય છે. અને તેના રહેવાસીઓ શોક કરે છે. ધરતી આખી નાઇલ નદીનાં પાણીની જેમ ઊંચે ચડે છે અને નીચે પડે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે પ્રભુ, સૈન્યોના ઈશ્વર યહોવા, તે એ છે કે જે ભૂમિને અડકે છે એટલે તે પીગળી જાય છે. ને તેના સર્વ રહેવાસીઓ શોક કરશે; અને તે તમામ નદીની જેમ ચઢી આવશે; અને મિસરની નદીની જેમ પાછું ઊતરી જશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા સૈન્યોનો દેવ અને સૈન્યોનો પ્રભુ છે. તેમનો સ્પર્શ થતાં જ પૃથ્વી ઓગળી જાય છે. અને તેમાં વસનારા સર્વ શોક કરે છે, તે પૃથ્વી ઊપર આવે છે અને પછી નાઇલ નદીની જેમ મંદ પડી જાય છે.