Amos 9:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે આકાશોમાં પોતાનું ઘર બાંધે છે અને પૃથ્વી ઉપર પોતાનો મુગટ સ્થાપે છે, જે સમુદ્રના પાણીને બોલાવીને તેને પૃથ્વીના પડ ઉપર રેડી દે છે, તેમનું નામ યહોવાહ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ આકાશમાં પોતાના ઓરડા બાંધે છે અને પૃથ્વી પર આકાશનો ઘૂમટ સ્થાપે છે. તે દરિયાનાં પાણીને આજ્ઞા કરીને બોલાવે છે અને તેમને પૃથ્વી પર મુશળધાર વરસાદરૂપે વરસાવે છે. તેમનું નામ યાહવે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે આકાશમાં પોતાના ઓરડાઓ બાંધે છે, ને પૃથ્વી પર પોતાનો મુગટ સ્થાપે છે; જે સમુદ્રનાં પાણીને આજ્ઞા કરી બોલાવે છે, ને તેમને પૃથ્વીની સપાટી પર રેડી દે છે, તેમનું નામ યહોવા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ યહોવા છે કે તેનું ઘર આકાશમાં બાંધે છે અને તેના ઘુમ્મટનો પાયો પૃથ્વી ઉપર નાખે છે, તે સમુદ્રના પાણીને બોલાવીને પૃથ્વીના પડ ઉપર રેડી દે છે. તેનું નામ યહોવા છે.