Amos 9:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ એવું કહે છે કે, "હે ઇઝરાયલપુત્રો, શું તમે મારે મન કૂશના લોકો જેવા નથી?" "શું હું ઇઝરાયલપુત્રોને મિસરમાંથી, પલિસ્તીઓને કાફતોરથી, અને અરામીઓને કીરમાંથી બહાર લાવ્યો નથી?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ કહે છે, “હે ઇઝરાયલના લોકો, જેટલો તમારો તેટલો જ હું કુશના લોકોનો ખ્યાલ રાખું છું. જેમ મેં તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા છે તેમ મેં પલિસ્તીઓને પણ ક્રીતમાંથી અને અરામીઓને કીરમાંથી મુક્ત કર્યા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા કહે છે, “હે ઇઝરાયલીઓ, તમે મારે મન કૂશપુત્રોના જેવા નથી? શું હું ઇઝરાયલને મિસર દેશમાંથી, પલિસ્તીઓને કાફતોરથી, ને અરામીઓને કીરથી બહાર લાવ્યો નથી?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ યહોવાના વચન છે, “હે ઇસ્રાએલના લોકો, શું તમે મારે મન ‘કૂશના’ લોકો જેવા નથી? હું જેમ તમને ઇસ્રાએલીઓને મિસરમાંથી લાવ્યો હતો, તેમ પલિસ્તીઓને કાફતોરથી અને અરામીઓને કીરમાંથી લાવ્યો નહોતો?”