Amos 9:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુઓ, પ્રભુ યહોવાહની દ્રષ્ટિ દુષ્ટ રાજ્ય ઉપર છે, અને હું તેને ધરતીના પડ ઉપરથી ભૂંસી નાખીશ, તેમ છતાં હું યાકૂબના વંશનો સંપૂર્ણ સંહાર નહિ કરીશ"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલના આ દુષ્ટ રાજ્યને હું જોતો આવ્યો છું અને હું તેને પૃથ્વીના પટ પરથી નષ્ટ કરીશ. તોપણ હું યાકોબના બધા જ વંશજોનો નાશ કરીશ નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જુઓ, પ્રભુ યહોવાની આંખો દુષ્ટ રાજ્ય પર છે; ને હું પૃથ્વીના પૃષ્ટ પરથી તેનો નાશ કરીશ.” યહોવા કહે છે, “ફક્ત એટલું જ કે યાકૂબના વંશનો હું પૂરેપૂરો નાશ નહિ કરીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જુઓ, યહોવા મારા માલિકની દ્રષ્ટિ પાપી ઇસ્રાએલની પ્રજા ઉપર છે; “હું તેને ધરતીના પડ ઉપરથી ભૂંસી નાખીશ. તેમ છતાં હું યાકૂબના વંશનો સંપૂર્ણ સંહાર નહિ કરું.