Colossians 2:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓમાં સ્વૈચ્છિક સેવા, નમ્રતા તથા દંભી દેહદમન વિષે જ્ઞાનનો આભાસ છે, પણ શારીરિક વાસનાઓને અટકાવવાને તેઓ કોઈ રીતે ઉપયોગી નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો કે, આવેશી ભક્તિ, દંભી નમ્રતા અને શારીરિક કષ્ટ પ્રેરનાર નિયમોમાં જ્ઞાનનો આભાસ તો થાય છે; પણ શારીરિક વાસનાઓને અંકુશમાં રાખવા તે કોઈ રીતે ઉપયોગી નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓમાં સ્વૈચ્છિક સેવા, નમ્રતા તથા દેહદમન વિષે જ્ઞાનનો આભાસ તો છે જ, પણ શારીરિક વાસનાઓને [અટકાવવાને] તેઓ કોઈ રીતે ઉપયોગી નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ નિયમો સારા લાગે છે. પરંતુ આ નિયમો તો બસ માનવ નિર્મિત ધર્મના ભાગરૂપ છે કે જે માણસોને નમ્રતાનો ઢોંગ રચવા પ્રેરે છે, અને તેઓને દેહદમન માટે પ્રેરે છે. પરંતુ આ નિયમો લોકોને તેઓનો પાપી સ્વભાવ જે દુષ્કર્મો ઈચ્છે તે કરાવે છે, તેને અટકાવવામાં મદદકર્તા નથી.