Colossians 4:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને ઈસુ જે યુસ્તસ કહેવાય છે, તેઓ તમને સલામ કહે છે. આ બધાં એકલા જ સુન્નતીઓમાંના (યહૂદી વિશ્વાસીઓમાંના) છે, જે ઈશ્વરના રાજ્યને માટે મારી સાથે કામ કરનારા છે; તેઓ મને દિલાસારૂપ થયા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને ઈસુ ઉર્ફે યુસ્તસ પણ તમને શુભેચ્છા પાઠવે છે. યહૂદીઓમાંથી ખ્રિસ્તી થએલાંઓમાંથી ફક્ત આ ત્રણ જ ઈશ્વરના રાજને માટે મારી સાથે કાર્ય કરે છે અને તેઓ મને ખૂબ જ મદદરૂપ થઈ પડયા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઈસુ જે યુસ્તસ કહેવાય છે, જેઓ સુન્‍નતીઓમાંના છે, તેઓ તમને ક્ષેમકુશળ કહે છે. તેઓ એકલા જ ઈશ્વરના રાજ્યને માટે મારી સાથે કામ કરનારા છે. તેઓ મને દિલાસારૂપ થયા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઈસુ પણ (તે યુસ્તસના નામે પણ ઓળખાય છે) તમને ક્ષેમકુશળ કહે છે. આ જ ફક્ત યહૂદી વિશ્વાસુઓ છે કે જે મારી સાથે દેવના રાજ્ય માટે કાર્ય કરે છે. તેઓ મારા માટે દિલાસારુંપ બની રહ્યા છે.