Daniel 1:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી જે યુવાનો રાજાની ઠરાવેલી વાનગીઓ ખાય છે તેમના દેખાવ અને અમારો દેખાવની સરખામણી કરજો, પછી તમે જે પ્રમાણે જુઓ તે પ્રમાણે તારા દાસો સાથે વર્તજો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે પછી રાજવી ખોરાક જમનારા બીજા યુવાનો સાથે અમારી તુલના કરો, અને અમે કેવા દેખાઈએ છીએ તે પરથી તમે નિર્ણય કરો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાર પછી અમારા ચહેરા તથા જે છોકરા રાજાનું ખાણું ખાય છે તેઓના ચહેરા તમારી રૂબરૂ નીરખવામાં આવે. પછી જે પ્રમાણે તમે જુઓ તે પ્રમાણે તમારા દાસોને માટે વ્યવસ્થા કરજો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી જે યુવાનોને રાજાએ ઠરાવી આપેલો ખોરાક આપો તેમની સાથે અમારી સરખામણી કરો અને જે પ્રમાણે તમે જુઓ તે મુજબ અમારી સાથે વતોર્.”