Daniel 10:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇરાનના રાજ્યના રાજકુમારે મારી સામે ટક્કર લીધી, ઇરાનના રાજા સાથે મને એકવીસ દિવસ સુધી રાખવામાં આવ્યો. પણ મુખ્ય રાજકુમારોમાંનો એક એટલે મિખાયેલ, મારી મદદે આવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇરાનના રાજ્યના ચોકિયાત દૂતે એકવીસ દિવસ સુધી મારો સામનો કર્યો. પણ મુખ્ય દૂતોમાંનો એક એટલે મિખાયેલ મારી મદદે આવ્યો. કારણ, હું ઈરાનમાં એકલો જ રહી ગયો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ ઈરાનના રાજ્યના સરદારે એકવીસ દિવસ સુધી મારી સામે ટક્કર લીધી. પણ, મુખ્ય સરદારોમાંનો એક, એટલે મિખાયેલ, મારી મદદે આવ્યો; અને હું ત્યાં ઈરાનના રાજાઓની સાથે રહ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇરાનના રાજ્યના રાજકુમારે એકવીસ દિવસ સુધી મારો રસ્તો રોકી રાખ્યો. પછી મુખ્ય દેવદૂતોમાંનો એક મિખાયેલ, મારી મદદે આવ્યો. કારણકે ઇરાન પશિર્યાના રાજાએ મને રોકી રાખ્યો હતો.