Daniel 11:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના દીકરાઓ યુદ્ધ કરશે અને મોટાં સૈન્યો ભેગાં કરશે, તેમાંનો એક તો ધસમસતા પૂરની જેમ ફરી વળીને આ છેડાથી પેલા છેડા સુધી જશે, તે પાછો આવીને તેના કિલ્લા સુધી હુમલો કરશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“અરામના રાજાના પુત્રો મોટું સેન્ય એકત્ર કરીને યુદ્ધની તૈયારી કરશે. તેઓમાંનો એક પૂરની માફક ધસી આવશે અને શત્રુના એક કિલ્લા પર આક્રમણ કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના દીકરાઓ યુદ્ધ કરશે, ને મોટાં સૈન્યો ભેગાં કરશે, ને તેમાંનો એક ઘસી આવશે, ને રેલની જેમ ફરી વળીને દેશને આ છેડેથી પેલે છેડે જશે. અને તે પાછો આવીને છેક ઼તેના કિલ્લા સુધી યુદ્ધ કરશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“‘તેના પુત્રો યુદ્ધની તૈયારી કરશે અને મોટી સેના ભેગી કરશે. તેઓમાંનો એક તો ઘસમસતા પૂરની જેમ ઘસી જઇને દુશ્મનના ગઢ સુધી પહોંચી જશે.