Daniel 11:38 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓને બદલે તે કિલ્લાઓના દેવનો આદર કરશે. જેને તેના પૂર્વજો જાણતા નહોતા તેનો તે સોનાંચાંદી, મૂલ્યવાન પથ્થરથી તથા કિંમતી ભેટસોગાદોથી આદર કરશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તેને બદલે તે કિલ્લાઓના દેવોનું સન્માન કરશે. તેના પૂર્વજોએ જેમની ક્યારેય પૂજા કરી નહોતી એવા દેવોને તે સોનું, રૂપું, ઝવેરાત, અને અન્ય મનોહર ભેટોનું અર્પણ કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તેને બદલે તે કિલ્લાઓના દેવનું સન્માન કરશે; અને જે દેવને તેના પૂર્વજો ઓળખતા નહોતા તેને તે સોનારૂપાથી, મૂલ્યવાન હીરામાણેકથી તથા મનોહર વસ્તુઓથી માન આપશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે દેવોને બદલે તે કિલ્લાના દેવની પૂજા કરશે, જેને તેના પિતૃઓ કદી જાણતા નહોતા, તે કિલ્લાના દેવનું તે ભજન કરશે અને તેને સોનું, ચાંદી તેમજ કિમતી ભેટસોગાદો અર્પણ કરશે.