Daniel 11:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તેની જડમાંથી નીકળેલી ડાળીમાંથી એક જણ ઊભો થશે. તે સૈન્ય પર હુમલો કરશે અને ઉત્તરના રાજાના કિલ્લામાં પ્રવેશ કરશે. તે તેઓની સાથે લડશે તેઓને પરાજિત કરશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
થોડા જ વખત પછી એ પુત્રીનો સંબંધી રાજા બનશે. તે અરામના રાજાના લશ્કરની વિરુદ્ધ લડાઈ કરશે. કિલ્લાઓ તોડી પાડશે અને તેને હરાવશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તેની જડમાંથી નીકળેલા ફણગામાંથી તેની પદવીએ એક ઊભો થશે કે જે સૈન્યમાં આવશે, ને ઉત્તરના રાજાના કિલ્લામાં પેસીને તેની વિરુદ્ધ લડીને ફતેહ પામશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“‘પરંતુ તેના કુટુંબીજનોમાંથી જ એક જણ મિસરનો રાજા બનશે. તે અરામના રાજાની વિરૂદ્ધ એક સૈન્ય ઊભું કરશે અને તેની સામે જશે, ને તેને હરાવશે.