Daniel 3:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે નબૂખાદનેસ્સાર કોપાયમાન થયો. તેણે શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગોને પોતાની આગળ લાવવાનો હુકમ કર્યો. માટે તેઓ આ માણસોને રાજાની આગળ લાવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ સાંભળીને રાજા ક્રોધથી ભભૂકી ઊઠયો અને એ ત્રણે માણસોને પોતાની સમક્ષ હાજર કરવાનો હુકમ કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે નબૂખાદનેસ્સારે બહુ જ કોપાયમાન થઈને શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોને પોતાની હજૂરમાં લાવવાની આજ્ઞા કરી; એટલે તેઓ એ માણસોને રાજાની હજૂરમાં લાવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે રાજા નબૂખાદનેસ્સાર ખૂબ રોષે ભરાયો અને તેણે શાદ્રાખ, મેશાખ અને અબેદનગોને પોતાની આગળ લાવવાનો હુકમ કર્યો. તેમને રાજા સમક્ષ હાજર કરવામાં આવ્યા.