Daniel 3:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે નબૂખાદનેસ્સાર રાજા આશ્ચર્ય પામીને તરત જ ઊભો થઈ ગયો. તેણે પોતાના સલાહકારોને પૂછ્યું, "શું આપણે ત્રણ માણસોને બાંધીને અગ્નિમાં નાખ્યા નહોતા?" તેઓએ રાજાને જવાબ આપ્યો, "હા રાજા, ચોક્કસ એવું જ છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નબૂખાદનેસ્સાર આશ્ર્વર્યચકિત થઈને એકદમ ઊભો થઈ ગયો. તેણે પોતાના અધિકારીઓને પૂછયું, “શું આપણે ત્રણને જ અગ્નિની ભઠ્ઠીમાં નાખ્યા નહોતા?” તેમણે જવાબ આપ્યો, “હે રાજા, એ સાચું છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે નબૂખાદનેસ્સાર રાજા અચંબો પામીને એકદમ ઊભો થઈ ગયો. તેણે પોતાના મંત્રીને પૂછ્યું, “શું આપણે એ ત્રણ માણસોને બાંધીને અગ્નિમાં નાખ્યા નહોતા?” તેઓએ રાજાને કહ્યું, “હે રાજા, એ ખરું છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નબૂખાદનેસ્સાર રાજા આ જોઇ આશ્ચર્ય પામીને એકદમ ઊભો થઇ ગયો અને પોતાના દરબારીઓને પૂછયું, “શું તમે ત્રણ જણને બાંધીને અગ્નિની ભઠ્ઠીમાં નાખ્યાં નહોતાં?” દરબારીઓએ કહ્યું “હા, એમજ કર્યુ હતું, નામદાર.”