Daniel 3:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રાંતોના હાકેમો, સૂબાઓ, નાયબસૂબાઓ તથા રાજાના દરબારીઓએ એકત્ર થઈને આ માણસોને જોયા. અગ્નિથી તેઓના શરીર ઉપર ઈજા થઈ ન હતી. તેઓના માથાના વાળ બળ્યા નહોતા, તેઓના ઝભ્ભાઓને ઈજા થઈ ન હતી; તેઓના પરથી અગ્નિની ગંધ પણ આવતી નહોતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજાના બધા રાજકુંવરો, રાજ્યપાલો, નાયબ રાજ્યપાલો અને બીજા અધિકારીઓ એ ત્રણેને જોવા એકત્ર થઈ ગયા. તેમને અગ્નિથી કંઈ ઇજા થઈ નહોતી. ન તો તેમના વાળ કે વસ્ત્રો બળ્યાં હતાં કે ન તો તેમના શરીર પર ધૂમાડાની કંઈ વાસ હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પ્રાંતોના હાકેમો, સૂબાઓ, નાયબસૂબાઓ તથા રાજાના મંત્રીઓએ એકત્ર થઈને તે પુરુષોને જોયા, તો તેઓનાં શરીરો ઉપર અગ્નિની કંઈ પણ આંચ આવી નહોતી, તથા અગ્નિની ગંધ પણ તેઓને લાગી નહોતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને પ્રશાસકો, સૂબાઓ, નાયબ સૂબાઓ અને રાજાના દરબારીઓ તેમની આસપાસ ભેગા થઇ ગયા. અને તેમણે જોયું કે, તેમના શરીર ઉપર અગ્નિની કોઇ અસર થઇ નહોતી. તેમના માથાના વાળ પણ બળ્યા નહોતા, તેમના વસ્ત્રોને અગ્નિ અડ્યો જ નહોતો અને તેમના શરીરમાંથી બળ્યાની ગંધ પણ આવતી નહોતી.