Daniel 5:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે રાજા તથા તેના અમીરઉમરાવોએ જે કહ્યું તે રાજમાતાએ સાંભળ્યું અને તે ભોજનગૃહમાં આવી. રાજમાતાએ કહ્યું, "હે રાજા, સદા જીવતો રહે! તારા વિચારોથી ગભરાઈશ નહિ. તારો ચહેરો બદલાઈ ન જાઓ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજા અને તેના ઉમરાવોનો કોલાહલ સાંભળીને રાજમાતા ભોજનખંડમાં આવી પહોંચી. તેણે કહ્યું, “હે રાજા, અમર રહો! વિહ્વળ કે ઉદાસ બનશો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે રાજાનાં તથા તેના અમીરઉમરાવોનાં વચનો સાંભળીને રાણી ભોજનગૃહમાં આવી. રાણીએ કહ્યું, “હે રાજા, સદા જીવતા રહો; તમારા વિચારોથી તમે ગભરાઈ ન જાઓ, ને તમારો ચહેરો ઊતરી ન જાઓ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે રાજમાતાએ જે થઇ રહ્યું હતું તે સાંભળ્યું ત્યારે તે તરત જ ઉજાણીના ખંડમાં દોડી આવી; તેણે બેલ્શાસ્સારને કહ્યું, “હે રાજા તમે ઘણું જીવો! તમે ગભરાઇ જશો નહિ. તમારે ફિક્કા પડી જવાની જરૂર નથી.