Daniel 6:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી જે માણસોએ દાનિયેલ પર તહોમત મૂક્યાં હતા તેઓને રાજાના હુકમથી પકડી લાવીને તેઓને, તેઓનાં સંતાનોને અને તેઓની પત્નીઓને સિંહોના બિલમાં નાખવામાં આવ્યા. તેઓ બિલમાં નીચે પહોંચે તે પહેલાં જ સિંહોએ તેમના પર તરાપ મારીને તેઓનાં હાડકાંના ચૂરેચૂરા કરી નાખ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી રાજાએ દાનિયેલ પર આરોપ મૂકનાર સૌની ધરપકડ કરવાનો હુકમ કર્યો અને તેમને તેમની પત્નીઓ અને બાળકો સહિત સિંહોની ગુફામાં નંખાવ્યાં. તેઓ ગુફાના તળિયે પહોંચે તે પહેલાં જ સિંહોએ તરાપ મારીને તેમના હાડકાંના ચૂરેચૂરા કરી નાખ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી જે માણસોએ દાનિયેલ ઉપર તહોમત મૂક્યું હતું તેમને તેઓએ રાજાના હુકમથી પકડી લાવીને તેમને, તેમનાં છોકરાંને તથા તેમની પત્નીઓને સિંહોના બિલમાં નાખ્યાં. તેઓ બિલને તળિયે પહોંચે તે પહેલાં તો સિંહોએ તેમના ઉપર તરાપ મારીને તેમનાં બધાં હાડકાં ભાંગીને તેમના ચૂરેચૂરા કરી નાખ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી રાજાના હુકમથી દાનિયેલ ઉપર આક્ષેપ કરનારાઓને; તેમના બાળકોને અને સ્ત્રીઓને પકડી લાવીને સિંહોની ગુફામાં નાખવામાં આવ્યા, અને તેઓ ગુફાને તળીયે પહોંચે તે પહેલાં જ સિંહો તેમના ઉપર તૂટી પડ્યા અને તેમના હાડકાં સુદ્ધાં ચૂરેચૂરા કરી નાખ્યા.