Daniel 7:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે રાત્રે મારા સંદર્શનમાં, મનુષ્યપુત્ર જેવા એક પુરુષને આકાશના વાદળો સાથે ઊતરતો મેં જોયો. તે પુરાતનકાલીન પુરુષની પાસે આવ્યો, તેમની સમક્ષ હાજર થયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાત્રિના આ દર્શનમાં મેં માનવપુત્ર જેવા એકને મારી તરફ આવતો જોયો. તે વાદળોથી ઘેરાયેલો હતો. તેને જે પુરાતન છે તેમની સમક્ષ રજૂ કરવામાં આવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાતનાં સંદર્શનોમાં હું જોતો હતો, તો જુઓ, આકાશના મેઘો સાથે મનુષ્યપુત્રના જેવો એક પુરુષ પેલા વયોવૃદ્ધ પુરુષની પાસે આવ્યો, ને તેઓ તેને તેની નજીક લાવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હજી રાતના હું સંદર્શનમાં જોતો હતો. મનુષ્યપુત્ર જેવા એક પુરુષને આકાશના વાદળો સાથે ત્યાં આવતા મેં જોયા. તે વયોવૃદ્ધ પુરુષની નજીક ગયા અને તેમની સમક્ષ હાજર થયાં.