Daniel 7:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અહીં આ બાબતનો અંત છે. હું, દાનિયેલ, મારા વિચારોથી ઘણો ભયભીત થયો અને મારા ચહેરાનો દેખાવ બદલાઈ ગયો. પણ આ વાત મેં મારા હૃદયમાં રાખી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ જ સંદર્શનની આખર છે. હું દાનિયેલ મારા મનમાં ઘણો જ ગભરાઈ ગયો તથા ઉદાસ થઈ ગયો, પણ આ બધી વાતો મેં મનમાં રાખી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ પ્રમાણે એ વાતની સમાપ્તિ છે. મારા, દાનિયેલના, વિચારોથી મને બહું ગભરાટ થયો, ને મારું મોં ઊતરી ગયું; પણ મેં આ વાત મારા મનામાં રાખી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અહીં એ સંદર્શનના વર્ણનનો અંત આવે છે. હું, દાનિયેલ, આ બધા વિચારોથી ખૂબ ફિક્કો અને ભયભીત થઇ ગયો. પણ મેં જે જોયું હતું, તે મેં કોઇને પણ કહ્યું નહિ, હૃદયમાં જ સંઘરી રાખ્યું.”