Daniel 7:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ પછી મેં ફરીથી જોયું. ત્યાં બીજું એક પશુ હતું, તે ચિત્તાના જેવું દેખાયું. તેની પીઠ પર પક્ષીના જેવી ચાર પાંખો હતી, તેને ચાર માથાં હતાં. તેને રાજ્યાધિકાર આપવામાં આવ્યો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું એ જોઈ રહ્યો હતો એવામાં ત્રીજું પ્રાણી દેખાયું. તે ચિત્તાના જેવું દેખાતું હતું, પણ તેની પીઠ પર પક્ષીની પાંખો જેવી ચાર પાંખો હતી. વળી, તેને ચાર માથાં હતાં. તેને રાજ્યાધિકાર આપવામાં આવ્યો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાર પછી હું જોતો હતો એટલમામાં બીજું એક જાનવર ચિત્તાના જેવું દેખાયું, તેની પીઠ પર પક્ષીના જેવી ચાર પાંખો હતી, વળી તે જાનવરને ચાર માથાં હતાં, અને તેને રાજ્યાધિકાર આપવામાં આવ્યો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“આ વિચિત્ર પ્રાણીઓમાંનું ત્રીજું ચિત્તા જેવું પ્રાણી નજરે પડ્યું. તેની પીઠ પર પંખીના જેવી ચાર પાંખો હતી, તેને ચાર માથાઁ હતાં અને તેને શાસનની સત્તા સોંપવામાં આવી.