Daniel 8:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પેલો નર બકરો ગ્રીસનો રાજા છે. તેની આંખો વચ્ચેનું મોટું શિંગડું તે તો પહેલો રાજા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બકરો ગ્રીસનું રાજ્ય દર્શાવે છે. તેની આંખો વચ્ચેનું મોટું શિંગડું તે તેનો પ્રથમ રાજા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રૂઆંવાળો બકરો યાવાન એટલે ગ્રીસનો રાજા છે; તેની આંખો વચ્ચેનું મોટું શિંગડું તે તો પહેલો રાજા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને પેલો બકરો જે લાંબા જાડા બરછટ વાળ વાળો છે, તે ગ્રીસનું રાષ્ટ છે, અને તેની આંખો વચ્ચેનું મોટું શિંગડું ગ્રીસનો પહેલો રાજા છે.