Daniel 8:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ વિષે હું વિચારતો હતો, તો મેં જોયું કે પશ્ચિમ તરફથી એક બકરો અતિશય વેગથી પૃથ્વી પર આક્રમણ કરતો ઘસી આવ્યો, તેના પગ જમીનને અડકતા પણ નહોતા. તે બકરાની આંખો વચ્ચે એક મોટું શિંગડું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એનો શો અર્થ હશે તે વિષે હું વિમાસણમાં હતો તેવામાં પશ્ર્વિમમાંથી એક બકરો ખૂબ ઝડપથી ધસી આવ્યો. તેની ઝડપ એટલી હતી કે તેના પગ જમીનને સ્પર્શતા પણ નહોતા. તેની બે આંખો વચ્ચે એક વિશિષ્ટ શિંગડું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું વિચાર કરતો હતો એટલામાં જુઓ, એક બકરો પશ્ચિમથી નીકળીને આખી પૃથ્વી પર આક્રમણ કરીને [આવ્યો], તે જમીન પર પગ પણ મૂકતો નહોતો, એ બકરાને એની આંખોની વચ્ચે એક વિલક્ષણ શિંગડું હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આનો અર્થ શો હશે તે હું વિચારતો હતો, એવામાં અચાનક પશ્ચિમમાંથી એક બકરો અતિશય વેગથી પૃથ્વી પર આક્રમણ કરતો ઘસી આવ્યો. તેના પગ જમીનને અડકતા પણ નહોતા એ બકરાની આંખો વચ્ચે એક ભારે મોટું શિંગડું હતું.