Daniel 9:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે, હે પ્રભુ અમારા ઈશ્વર, પરાક્રમી હાથ વડે તમે તમારા લોકોને મિસરમાંથી બહાર લાવીને આજની જેમ તમારા નામનો મહિમા મેળવ્યો છે. પણ હજીય અમે તો પાપ કર્યું અને દુષ્ટતા કરી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હે પ્રભુ, અમારા ઈશ્વર, તમે ઇજિપ્તમાંથી તમારા લોકને છોડાવીને તમારું સામર્થ્ય પ્રગટ કર્યું હતું અને હજુ પણ અમે તેને યાદ કરીએ છીએ. અમે પાપ કર્યું છે અને દુષ્ટતા આચરી છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે, હે પ્રભુ, પોતાના લોકોને પરાક્રમી હાથે મિસર દેશમાંથી કાઢી લાવીને આજની જેમ મહિમા મેળવનાર અમારા ઈશ્વર, અમે પાપ કર્યું છે, અમે દુષ્ટતા કરી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હે યહોવા, અમારા દેવ, તમે તમારા લોકોને મિસરમાંથી બહાર લાવીને તમારું સાર્મથ્ય પ્રગટ કર્યું છે. તમારા નામનો મહિમા કર્યો છે. યહોવા ફરીથી એવું થવા દો! જો કે, અમે પુષ્કળ પાપ કર્યા છે અને અમે અધમતાથી ભરેલા છીએ.